Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં અહીં તૂટી પડશે 10 ઇંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી

Continues below advertisement

Ambalal Patel Rain Prediction :  ગુજરાતમાં અહીં તૂટી પડશે 10 ઇંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી

Gujarat Rain: ગુજરાતમાં આજથી ફરી એકવાર વરસાદી રાઉન્ડની શરૂઆત થઇ જશે. હવામાન નિષ્ણાંત અંબાલલ પટેલે નવરાત્રીમાં વરસાદની આગાહી કરી છે, આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ ખાબકશે, જેના કારણે નવરાત્રીમાં ગરબે રમતા ખેલૈયાઓની મજા બગડી શકે છે. 

હવામાનકાર અંબાલાલ પટેલે તાજેતરમાં જ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડતી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 48 કલાક ગુજરાત માટે ભારે રહેશે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે, અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદનું અનુમાન છે. અંબાલાલના મતે દક્ષિણ ગુજરાતમાં 10 ઈંચ વરસાદ પડશે. જુનાગઢના ભાગોમાં 4 ઈંચ સુધીનો વરસાદ થશે. અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદના ભાગોમાં 2 ઈંચ સુધીના વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત અંબાલાલ પટેલ જણાવ્યા અનુસાર, કચ્છ અને બનાસકાંઠાના ભાગોમાં વરસાદ ખાબકશે. દિવાળી સમયે પણ રાજ્યમાં વરસાદ પડશે. આગામી 18 થી 27 ઑક્ટોબરે રાજ્યમાં વરસાદ પડશે. 18 ઑક્ટોબરથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ઝોનમાં 4 થી 10 ઈંચ સુધીનો વરસાદ ખાબકશે. નવસારી, સુરત જિલ્લામાં ભારે વરસાદ ખાબકશે. મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. વડોદરા અને મહીસાગર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola