Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે
Ahmedabad Accident | એસ.પી.રીંગરોડ પર દારુ ભરેલી કાર સાથે અકસ્માતનો મામલો. દારુ ભરેલી ફોરચ્યુનર કારના સીસીટીવી આવ્યા સામે . ફોરચ્યુનર કારમાંથી મળી આવી કારની નંબર પ્લેટ. યુપી પાસીંગની નંબર પ્લેટ મળી આવી કારનો નંબર UP 32 JM 3277. ફોરચ્યુનર પર ગુજરાત પાસીંગની નંબર પ્લેટ લગાવેલી હતી. ગુજરાત પાસીંગની નંબર પ્લેટ મારૂતિ અલ્ટો કારની હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ. ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરાતી હોવાની આશંકા. પોલીસે તપાસ હાથ ધરી.
અમદાવાદમાં બોપલ આવતી દારૂ ભરેલી ફોર્ચ્યુનર રાજપથ-રંગોલી રોડથી ટર્ન મારતી થાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં 3 લોકોના મોત અને એકને ઈજા પહોંચી છે. આજે સવારે થયેલા અકસ્માતમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનરના કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા છે. દારૂથી ખીચોખીચ ભરેલી ફોર્ચ્યુનરનો ચાલક બિશ્નોઈ ગેંગનો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં આ ગેંગ માથું ઊંચકી રહી છે તેવું લાગી રહ્યું છે. કેટલીક એજન્સીના અધિકારીઓ પણ આ બાબતે ચિંતિત છે કે, ભવિષ્યમાં બુટલેગરોની ગેંગ વચ્ચે ગેંગવોર થઈ શકે છે. ગુજરાતમાં વિનોદ સિંધી કંપની દારૂ સપ્લાય કરતી જે તૂટી જતા હવે બિશ્નોઈ અને જાટ ગુજરાતમાં રાજસ્થાનથી દારૂ સપ્લાય કરી છે.