Windy Forecast: ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય, આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?

Windy Forecast:  ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય, આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?
ખાનગી હવામાન એજન્સી વિંડીના માધ્યમથી સમજીએ કે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર ક્યાં વધુ. એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને વરસાદનું જોર વધશે. જો આજની વાત કરીએ તો આજે જે કાંઠા વિસ્તાર છે તે તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પવનની તીવ્રતા પણ વધશે. કચ્છમાં પણ નલિયા , માંડવી, આ સાઈડ કાંઠાના વિસ્તાર છે, દ્વારકા, પોરબંદર, વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર, ખંભાત આ તમામ એ વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ પવનની ગતિ પણ વધુ રહેશે.અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા , હિંમતનગર, પાલનપુર, વિરમગામ આ તમામ જગ્યા પર આજે ભારે વરસાદની આગાહી છે. હવે આવતી કાલની વાત કરીએ તો આવતી કાલે પણ તે જ પ્રકારની સ્થિતિ છે. દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની જે સંભાવના છે.
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola