Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખ
Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખ
અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ-રાજકોટ હાઇવે પર બાવળા બગોદરા વચ્ચે ભમાસરા ગામ નજીક થયેલા એક સાથે ચાર વાહનોનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ સામેલ છે. અકસ્માત બાદ વાહનોમાં આગ ફાટી નીકળી હતી જેમાં બે વ્યક્તિના મોત થયા હતા અને ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા. અકસ્માત બાદ વાહનોમાં આગ ફાટી નીકળી હતી જેમાં ત્રણ આઈસર ટ્રક બળીને ખાખ થઇ ગઇ હતી.
રાજકોટથી અમદાવાદ આવતા આઈસર ચાલકે કાબૂ ગુમાવતા તે ડિવાઈડર કૂદી અન્ય વાહનો સાથે અથડાઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્તોને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
મોડી રાત્રે અકસ્માત સર્જાતા હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો. અકસ્માત સર્જનાર આઇસર ચાલક પેપર રોલ ભરીને જતો હોવાની માહિતી મળી રહી છે. આઇસર સીએનજી હોવાથી તુરંત આગની ઝપેટમાં આવ્યું હતું. જ્યારે અન્ય બે આઇસર ટ્રકમાં ચોખા ભર્યા હતા.