Ahmedabad Murder Case : અમદાવાદના પાલડીમાં યુવકની હત્યાના કેસમાં 7 આરોપીની ધરપકડ
Continues below advertisement
Ahmedabad Murder Case : અમદાવાદના પાલડીમાં યુવકની હત્યાના કેસમાં 7 આરોપીની ધરપકડ
અમદાવાદના પાલડીમાં હત્યાના કેસમાં 7 આરોપી ઝડપાયા. પાલડી પોલીસ ચોકી પાસે યુવકની સરેઆમ કરાઈ હતી હત્યા. 3 આરોપીની રાજસ્થાના આબુથી ધરપકડ. અન્ય 4 આરોપીની ગુજરાતમાંથી ધરપકડ. છરી, ધારિયાના ઘા માર્યા બાદ યુવક પર ચઢાવી હતી કાર
જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા. મૃતક નૈસલ ઠાકોર જમીન-લે વેચનું કરતો હતો કામ.
આ અંગેની વિગતો એવી છે કે, પાલડી વિસ્તારમાં સરાજાહેર થયેલ હત્યા મામલે પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સાત આરોપોમાંથી ત્રણ આરોપીઓને આબુ રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. બાકીના ચાર આરોપીને ગુજરાતમાંથી પકડી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement