Botad Car Flooded With People : બોટાદમાં 7 લોકો સાથે તણાઈ ગઈ કાર, જુઓ અહેવાલ
Botad Car Flooded With People : બોટાદમાં 7 લોકો સાથે તણાઈ ગઈ કાર, જુઓ અહેવાલ
Botad Rain News: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. હાલમાં મળતી માહિતી પ્રમાણે, બોટાદમાં ગઇકાલે ભારે વરસાદથી જાનહાનિ અને માલહાનિનો કિસ્સા જોવા મળ્યા છે. બોટાદના સાગાવદરમાં વરસાદી પાણીમાં એક કાર તણાયા હાહાકાર મચી ગયો છે, સાગાવદરમાં કારમાં બેઠેલા સાત પૈકી પાંચ લોકો વરસાદી પાણીમાં કાર સાથે તણાઇ ગયા હતા. જોકે, બે લોકોનો બચાવ થયો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકાઓમાં જોરદાર વરસાદ ખાબક્યો છે, સૌથી વધુ વરસાદ બોટાદમાં ખાબક્યો છે, બોટાદના ગઢડામાં 14 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. તાજા અપડેટ મુજબ, બોટાદના સાગાવદર ગામે કાર વરસાદીમાં પાણી તણાઈ છે, આ કારમાં સાત લોકો સવાર હતા, જેમાં સાત પૈકી બે લોકો મળ્યા હતા અને પાંચ લોકો લાપતા થયા હતા. ફાયરની ટીમે આખીરાત લાપતા લોકોની શોધખોળ કરી હતી, અને લાઠીદડ-કારીયાણી વચ્ચેથી તણાયેલી કાર મળી આવી હતી.