Ahmedabad Crime : અમદાવાદમાં દારૂના નશામાં નબીરાની ગુંડાગીરી, પથ્થર લઈ લોકો સાથે મારામારી
Ahmedabad Crime : અમદાવાદમાં દારૂના નશામાં નબીરાની ગુંડાગીરી, પથ્થર લઈ લોકો સાથે મારામારી
અમદાવાદમાં નબીરાઓ બન્યા બેફામ. નશામાં ધૂત નબીરાએ સર્જ્યો અકસ્માત . ચોવીસ વર્ષીય હરેશ ઉર્ફે આકાશ ઠાકોરે સર્જ્યો અકસ્માત . અકસ્માત બાદ નબીરાએ છરી બતાવી લોકોને ડરાવ્યા . નબીરાએ અકસ્માત બાદ એકત્રિત થયેલ ટોળાને હાથમાં પથ્થર લઈને ડરાવ્યા . નબીરાની થાર ગાડી પોલીસે જપ્ત કરી . GJ1 WW 73 નંબરની થાર ગાડીથી નબીરાએ સર્જ્યો અકસ્માત . હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં હરેશને સારવાર માટે ખસેડ્યો . પોલીસે નબીરાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી.
હિમાલયા મોલ પાસે એક કાર ચાલકે નશાની હાલતમાં ગાડી ચલાવીને સર્જયો અકસ્માત . કાર ચાલકે સ્થાનિક લોકો સાથે મારામારી પણ કરી . ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને પકડ્યો. પોલીસે આરોપી વિરુદ્ધ નશામાં ગાડી ચલાવવા અને મારામારી કરવાના બે અલગ-અલગ ગુના નોંધ્યા . પોલીસ આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.