Ahmedabad News: અમદાવાદમાં ફરી એકવખત ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો

અમદાવાદમાં ફરી એકવખત ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા એલિફન્ટા સોસાયટીમાંથી SOGએ માહિતીના આધારે 25 લાખ 68 હજારની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. 

અમદાવાદમાં ફરી એકવખત ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા એલિફન્ટા સોસાયટીમાંથી SOGએ માહિતીના આધારે 25 લાખ 68 હજારની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. મંગળવારના બપોરના સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં જીજ્ઞેશ પંડ્યાના ઘરે પોલીસે માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. આ સમયે જીજ્ઞેશ પંડ્યા પાસેથી 256 ગ્રામથી વધુનો MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. SOGએ સાત આરોપી સામે ગુનો નોંધ્યો હતો. જે પૈકી પાંચ આરોપીની ધરપકડ કરી છે. જીજ્ઞેશ પંડ્યાના માતાએ બચાવમાં કહ્યું કે જીજ્ઞેશ પંડ્યા નિર્દોષ છે. તેના મિત્રને ઘરે આવવા દીધો તે જ તેની ભૂલ છે. હાલ તો પોલીસે પકડાયેલા આરોપીઓની ઉલટ તપાસ શરૂ કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola