ABP News

Isudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

Continues below advertisement

Isudan Gadhvi | અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

અમદાવાદમાં આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યાલય. જ્યાં ત્રાટક્યા તસ્કરો. કાર્યાલયનું તાળું તોડીને તસ્કરોએ કરી છે ચોરી.. આશ્રમ રોડ પર આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલયનો કર્મચારી કામસર બહાર ગયો હતો. આ સમયે તસ્કરો ત્રાટક્યા. આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્યની ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા.. ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો કે, આ ઘટનાથી સ્પષ્ટ થઈ ગયું કે ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી. ઈસુદાન ગઢવીનું કહેવું હતું કે, તેમની ચેમ્બરનું લોક તોડી તસ્કરો તેમાં પ્રવેશ્યા હતા. LED ટીવી ચોરી ગયા છે... સાથે જ અગત્યના દસ્તાવેજ ચોરાયાની પણ શંકા છે.

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram