Ahmedabad Building Slab collapsed: અમદાવાદમાં મોડી રાત્રે ગણેશ સ્થાપના વખતે દુર્ઘટના!

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં મોડી રાત્રીના ગણેશ સ્થાપના સમયે કોમ્પલેક્ષનો સ્લેબ ધરાશાયી થતા ત્રણ બાળક સહિત 10 લોકો નીચે પટકાયા.  દુર્ઘટનાના પગલે અફરા-તફરીનો માહોલ સર્જાયો. બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ તરફથી દર વર્ષે મોટાપાયે ગણેશ સ્થાપનનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શનિવારના રાત્રીના ગણેશ સ્થાપના સમયે કોમ્પલેક્ષનો સ્લેબ ઓચિંતા ધરાશાયી થયો.  આ સમયે ત્રણ બાળકો અને મહિલાઓ સહિત 10થી વધુ લોકો ભોંયરામાં નીચે પટકાયા. ઘટનાને પગલે સ્થાનિકો તાત્કાલિક ભોંયરામાં નીચે ઉતર્યા હતા અને એકબીજાની મદદ કરી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતાં. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ પહોંચી હતી. ફાયરની ટીમે તમામને સીડીની મદદથી ઉપર લાવ્યા હતાં. આ ઈમારત વર્ષો જૂની હોવાની આશંકા છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola