Ahmedabad Police Firing: અમદાવાદમાં ફિલ્મી ઢબે આરોપીની ધરપકડ, સંગ્રામસિંહે PIની પિસ્તોલ છીનવાનો કર્યો હતો પ્રયાસ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક કુખ્યાત ગુનેગાર સંગ્રામ સિકરવારને પકડ્યા બાદ તેને કસ્ટડી દરમિયાન ગોળી મારવાની ઘટના સામે આવી છે. સંગ્રામ સિકરવાર, જેનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે, તેણે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના પરિણામે પોલીસે આ પગલું ભર્યું.
શું હતી ઘટના?
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રામોલ વિસ્તારમાં લૂંટ અને અપહરણના કેસમાં આરોપી સંગ્રામ સિકરવારને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. જે બાદ આરોપીને અન્ય સ્થળે ખસેડતી વખતે અમદાવાદના રિવરફ્રન્ટ પર તેણે પોલીસની ગાડીમાં PI (પોલીસ ઇન્સ્પેક્ટર)ની પિસ્ટલ છીનવી લીધી.
આરોપીએ પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો
જ્યારે આરોપીએ પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને ભાગવા લાગ્યો, ત્યારે PI શક્તિસિંહ દ્વારા તેને રોકવા માટે તેના પગના ભાગે ગોળી ચલાવવામાં આવી. આ પગલું આત્મરક્ષણ અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ભરવામાં આવ્યું હતું.
પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલે પહોંચ્યો
ગોળી વાગતા સંગ્રામ સિકરવાર ઘાયલ થયો અને તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલના E-3 સ્પેશિયલ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. મોડી રાત્રે DCP, ACP અને PI કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.