Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો
અમદાવાદવા નિકોલમાં બાળકી પર બળાત્કાર કરી હત્યાનો પ્રયાસ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ બાળકીને અગાસી પર લઈ જઈને બળાત્કાર કરી ગળું દબાવી તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
નિકોલ વિસ્તારમાં બાળકી પર બળાત્કાર અને હત્યાનો પ્રયાસ થયો હતો. બાળકીનું થોડું દબાવીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક નિકોલ પોલીસ ઘટના સ્થળે દોડી હતી.પોલીસે આરોપી અજય અશોક રાજપુતની અટકાયત કરી છે. આરોપી અજય અને પીડિત બાળકી નજીકમાં રહેતા હતા. આરોપી બાળકીને પહેલેથી ઓળખતો હતો. અજય બાળકીને ફોસલાવીને અગાસી પર લઈ ગયો હતો. અગાસી પર શારીરિક અડપલા કરીને ગળું દબાવી હત્યા કરવાનો કર્યો હતો. નિકોલ પોલીસે આરોપીની ધરપકડ કરીને કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Tags :
Ahmedabad