MLA AMIT Shah: અમદાવાદમાં MLA અમિત શાહના લેટર બોમ્બ બાદ કાર્યવાહી શરૂ
અમદાવાદના કોચરબ આશ્રમ નજીક અશાંતધારા મુદ્દે શાસક પક્ષના જ એલિસબ્રિજના ધારાસભ્યના પત્ર બાદ વિવાદ વધુ વકર્યો. નૂતન સર્વોદય સોસાયટીના મકાન માલિકે સ્વૈચ્છિક જ મકાન તોડવાનું શરૂ કર્યું
અમદાવાદના કોચરબ આશ્રમ નજીક અશાંતધારા મુદ્દે શાસક પક્ષના જ એલિસબ્રિજના ધારાસભ્યના પત્ર બાદ વિવાદ વધુ વકર્યો. નૂતન સર્વોદય સોસાયટીના મકાન માલિકે સ્વૈચ્છિક જ મકાન તોડવાનું શરૂ કર્યું. મકાનની અંદર અને આસપાસના વધારાના બાંધકામને તોડી પાડવાનું શરૂ કરાયું. આ મકાનના મૂળ માલિક ડૉ. દિલીપ મોદી છે.. જેને સોસાયટી સાથે મળીને મકાન વેચવાનો નિર્ણય કર્યો.. સોસાયટીના 10થી 11 હિંદુ સભ્યએ સર્વ સંમતિથી મકાન વેચવાનો નિર્ણય કર્યો. મકાન વેચવાની તમામ પ્રોસેસ પૂરી થઈ છે...જ્યારે અશાંતધારાની પરમિશન હજુ બાકી છે.