અમદાવાદનાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના દર્દીઓ માટે મુકાશે વધારાના બેડ, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ યોજી બેઠક
અમદાવાદ (ahmdabad) જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં (rural areas) હવે કોરોના દર્દીઓ (corona patients) માટે વધારાના બેડની (Additional beds) વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ (Bhupendrasinh Chudasama) આજે ધોલેરા, ધંધુકા અને બગોદરાની (Dholera, Dhandhuka, Bagodra) મુલાકાત લીધી હતી. અને ખાનગી સંસ્થા સંચાલિત આરએમસી હોસ્પિટલના (RMC Hospital) તંત્ર સાથે બેઠક કરી હતી. આ ત્રણેય સ્થળોએ ટૂક સમયમાં કોરોના દર્દીઓ માટે વધારાના બેડ મુકાશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ હાજર રહ્યા હતા.
Tags :
Gujarati News Ahmedabad ABP ASMITA Bhupendrasinh Chudasama Corona Patients Bagodra Dhandhuka Dholera RMC Hospital