Ahmedabad Sabarmati River : અમદાવાદની સાબરમતી નદીનો અવકાશી નજારો

ધરોઈ ડેમમાંથી પાણી છોડતા અમદાવાદના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે. એબીપી અસ્મિતાના કમેરામાં કેદ થયેલા સાબરમતી નદીના આ આકાશી દ્રશ્યો જુઓ. સાબરમતી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. 

ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બેકાંઠે વહી રહી છે. રાત સુધીમાં ધરોઈ ડેમનું પાણી અમદાવાદની સાબરમતી નદીમાં આવશે. જેને લઈને વાસણા બેરેજના 25 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ વાસણા બેરેજની જળસપાટી 127 ફુટની આસપાસ છે.. રાત સુધીમાં સાબરમતી નદીમાં પાણી આવશે. જેને લઈને વાસણા બેરેજના 25 દરવાજા ખોલવામાં આવ્યા છે. 

સાબરમતી નદીમાં ઘોડાપુરની સ્થિતિને પગલે સતત બીજા દિવસે અમદાવાદના રિવરફ્રન્ટ અને વોક વે બંધ કરવામાં આવ્યો છે. રાત સુધીમાં સાબરમતી નદીમાં અંદાજીત 64 હજાર ક્યુસેક પાણીની આવક થશે. પાણીની ભરપૂર આવકને લીધે નાગરિકની સલામતીના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાએ રિવરફ્રન્ટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola