Ahmedabad: ચાર મહિનાના બાળકે કોરોના સામેનો જીત્યો જંગ, જુઓ વીડિયો

Continues below advertisement

આણંદના 4 મહિનાના બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 15 દિવસ સુધી દાખલ કરવામાં આવ્યું હતું. એક સમયે બાળકનું ઓક્સિજન લેવલ 60 પર પહોંચી જતાં તેને સતત 6 દિવસ સુધી હાઈ ફ્રિકવન્સી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું. આખરે આ બાળકે કોરોનાને મ્હાત આપી હતી.પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદમાં જન્મેલ જુગલ નામનું 4 મહિનાનું બાળક 29 એપ્રિલે કોરોનાથી સંક્રમિત થયું હતું. જે બાદ ત્યાં આસપાસ કોઈ હોસ્પિટલ નહીં મળતા અમદાવાદમાં ચાંદખેડાની એપલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. બાળકને જન્મ્તાથી જ અન્ય તકલીફ હતી જેથી બાળકનું ઓક્સિજન લેવેલ પણ 60 સુધી પહોચ્યું હતું. ત્યાર બાદ બાળકને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram