Ahmedabad Accident: રખિયાલમાં BRTSનો કહેર, બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
Ahmedabad Accident: રખિયાલમાં BRTSનો કહેર, બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
અમદાવાદમાં BRTS બસે વધુ એકવાર અકસ્માત સર્જ્યો છે. શહેરના ગોમતીપુરના બળિયા કાકા વિસ્તારમાં BRTS ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત થયો છે. બેકાબુ બનેલ બસ ડીવાઈડર ઉપર ચડી જતા કુલ 6 લોકો ઘાયલ થયા છે. ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. ડ્રાઈવર વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.