અમદાવાદઃ લોકડાઉનના કારણે લાઇટિંગ ડેકોરેશનનો વ્યવસાય થયો ઠપ, યુવાને ખોલ્યો પ્રોવિઝન સ્ટોર
કોરોના મહામારીના કારણે આવેલા કપરકાળમાં પણ કેટલાય લોકોએ હિમ્મત હાર્યા વગર નવી શરૂઆત કરી છે. બોપલના લાઇટિંગ ડેકોરેશનનો વ્યવસાય કરનાર યુવાન હવે કરિયાણાની દુકાન ચલાવે છે. લોકડાઉનના કારણે તમામ પ્રકારના પ્રસંગો અને ઉજવણીઓ બંધ થતાં હિતેશ પટેલ નામના યુવાનનો લાઇટિંગ ડેકોરેશનનો વ્યવસાય ઠપ્પ થઈ ગયો. 3 મહિના ઘરે બેસીને સમય બદલવાની રાહ જોઈ પરંતુ સમય ન બદલાતા આજીવિકા માટે આ યુવાને પોતાનો વ્યવસાય બદલી નાખ્યો. હાલ આ યુવાન કરિયાણાની દુકાન ચલાવે છે. તેનું કહેવું છે કે આ વ્યવસાયમાં કાયમી ઘરાકી રહે જ છે.