Ahmedabad AMTS Accident | વેપારી એક્ટિવા સાથે બસમાં ઘૂસી જતાં મોત, સીસીટીવી આવ્યા સામે
gujarati.abplive.com
Updated at:
23 Apr 2024 09:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad AMTS Accident | અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભુલાભાઈ પાર્ક પાસે 19 એપ્રિલના રોજ AMTS દ્વારા ગંભીર અકસ્માત સર્જાયો.મૂળ વટવા વિસ્તારમાં વ્રજભૂમિમાં રહેતા 52 વર્ષના નવીન પટેલ બહેરામપુરા વિસ્તારમાં શ્રી વિષ્ણુ મિલ ખાતે ગયા હતા.ચા પીધા બાદ પોતાના ઘરે ફાઇલ લેવા પહોંચ્યા હતા અને પરત ફરતા સમયે ભુલાભાઈ ચાર રસ્તા પાસે બસના ચાલકે નિર્દયતાપૂર્વક ચાલકને ટક્કર મારી અને બસ હંકારી દેતા વાહનચાલકનું મૃત્યુ નિપજયુ.તપાસમાં Amc દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ડાગા એજન્સીની બસ હોવાથી કોન્ટ્રાકટરને બે લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે.મહત્વનું છે કે ડાગા ટ્રાવેલ્સ બસના માલિક દંડક શીતલ ડાગાના પતિ આનંદ ડાગાની માલિકીની છે.