Ahmedabad: AMTSનો વધુ એક અકસ્માત, હાટકેશ્વર થી ઘૂમાંની બસ 151 ના અકસ્માતમાં પાંચથી વધુ ગાડીઓ અને રીક્ષાઓને નુકસાન
અમદાવાદમાં AMTSનો વધુ એક અકસ્માત. જોધપુર ચાર રસ્તા પાસે હાટકેશ્વરથી ઘૂમાની બસ 151ના અકસ્માતમાં પાંચથી વધુ ગાડીઓ અને રીક્ષાઓને નુકસાન થયું. તો એક ગાડીમાં સવાર ત્રણ બાળકોને સામાન્ય ઈજા થયા. આ મામલે મહાનગરપાલિકાએ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં AMTSની બ્રેક ફેઈલ થતા વાહનોને ટક્કર લાગી હોવાનું સામે આવ્યું છે.