Ahmedabad: આજથી શાળાઓમાં 'બેગલેસ સેટર ડે'નો પ્રારંભ | Abp Asmita | 05-07-2025

Ahmedabad: આજથી શાળાઓમાં 'બેગલેસ સેટર ડે'નો પ્રારંભ | Abp Asmita | 05-07-2025

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના અંતર્ગત આજથી પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ની શરૂઆત થઈ છે. વિવિધ શાળાઓમાં 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ બેગ વગર પહોંચ્યા છે. બેગ વગર શાળાએ પહોંચેલા બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. શાળાઓમાં શિક્ષણ સિવાયની રચનાત્મક પ્રવૃત્તિમાં રસ લે માટે નવીન પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શનિવારે ‘બેગલેસ ડે’ જાહેર કરવામાં આવ્યો છે.

ન્યુ એજ્યુકેશન પોલિસી 2020 અને NCF-SE 2023 મુજબ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત-ગમત, શારિરીક કસરતો, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, બાલસભા, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવાના શાળાઓને આદેશ અપાયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola