Ahmedabad: Bhadrakali Temple: આઠમના દિવસે ભદ્રકાળી મંદિરે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, આજે થશે ખાસ હવન

Ahmedabad: Bhadrakali Temple: આઠમના દિવસે ભદ્રકાળી મંદિરે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, આજે થશે ખાસ હવન 

આજે ચૈત્ર મહિનાની નવરાત્રિની આઠમનો દિવસ છે. ઠેર ઠેર માતાજીના હવન થાય છે. લોકો કન્યાની પૂજા કરીને ઉપવાસ તોડે છે. અષ્ટમી અને નવમીના દિવસે કન્યાઓની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે. એવું કહેવાય છે કે છોકરીઓની પૂજા કરવાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને પરિવાર પર તેમના આશીર્વાદ આપે છે. ત્યારે અમદાવાદમાં પણ નગરદેવી માતાજી ભદ્રકાળીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. માતાજીને વિશેષ વસ્ત્રાલંકાર ઉપરાંત વિવિધ ફૂલોના શણગાર કરવામાં આવ્યા હતાં. ધાર્મિક મહત્ત્વ ધરાવતા આ મહાપર્વ દરમિયાન હજારોની સંખ્યામાં શહેરીજનો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા..                                        

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola