Ahmedabad Bridge | અમદાવાદમાં અનેક બ્રિજ અને રસ્તાના કામમાં વિલંબ, જુઓ અહેવાલ
Ahmedabad Bridge | મદાવાદ શહેર જ્યાં 100 થી વધુ અન્ડરપાસ અને ફલાય ઓવર બ્રિજ અસ્તિત્વમાં છે પણ છેલ્લા બે વર્ષમાં અમદાવાદના અનેક એવા બ્રિજ છે જે પોતાની સમય મર્યાદાથી ખૂબ મોડા બનાવવામાં આવી રહ્યા છે.જેમાં સૌથી વધુ વિલંબ થયેલો બ્રિજ પાલડી ચાર રસ્તા ખાતેનો બ્રિજ છે.જે વર્ષ 2019 માં બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પણ બ્રિજની ડિઝાઇનના કારણે બ્રિજની કામગીરીમાં સતત વિલંબ થઈ રહ્યો છે.ABP અસ્મિતાએ પાલડી ચાર રસ્તા ખાતેના બ્રિજની તપાસ કરી તો હાલ પણ 60 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.80 કરોડથી વધુની કિંમતનો બ્રિજ પૂર્ણ થતા હજી સાત મહિનાનો સમય લાગી શકે છે.