Ahmedabad Murder Case: ચાંગોદરના ચકચારી દેરાણી-જેઠાણી હત્યા કેસનો ભેદ ઉકેલાયો, સામે આવ્યું ચોંકાવનારું કારણ

અમદાવાદ જિલ્લાના ચાંગોદર ઔદ્યોગિક વિસ્તારમાં ૧૪ એપ્રિલના રોજ બનેલા દેરાણી-જેઠાણીના ડબલ મર્ડર કેસનો ભેદ આખરે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઉકેલી લીધો છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપી શખ્સને તેના વતન મધ્ય પ્રદેશથી દબોચી લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપીએ માત્ર ૧૫ મિનિટના ગાળામાં જ બંને મહિલાઓની પથ્થરના ઘા મારીને હત્યા કરી નાખી હતી.

મૃતક દેરાણી-જેઠાણી ચાંગોદરના ઔદ્યોગિક વિસ્તારમાં કચરો વીણવાનું કામ કરતી હતી. ૧૪ એપ્રિલની સવારે ઔદ્યોગિક વિસ્તારનો કચરો જ્યાં ઠાલવવામાં આવે છે તે જગ્યા નજીકથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. પથ્થરોના ઘા મારીને કરાયેલી આ હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે મોટો પડકાર હતો.

પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ચાર ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આસપાસના લગભગ ૧૫૦ જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, પરંતુ શરૂઆતમાં કોઈ ખાસ કડી મળી ન હતી. ત્યારબાદ પોલીસે આસપાસની ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરોની પૂછપરછ શરૂ કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola