અમદાવાદ: મનપાના અણઘડ આયોજનનો પર્દાફાશ, થલતેજ-બોડકદેવમાં કરોડોના ખર્ચે બનાવેલા આવાસો ખંઢેર
Continues below advertisement
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા થલતેજ- શીલજ રોડ અને બોડકદેવ આ બંને વિસ્તારની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 56.50 કરોડના ખર્ચે બનાવેલા આવાસો પડ્યા પડ્યા ભંગાર થઈ રહ્યા છે. વર્ષ 2018થી બનેલા આ આવાસો લાભાર્થીઓને હજુ ફાળવાય નથી. AMCના અણઘડ વહીવટ અને યોજનાની અપૂર્ણ અમલવારીનું આ આવાસ યોજના ઉદાહરણ છે.. AMCની બેદરકારીના કારણે ઘરવિહોણા લોકોને ઘર બની ગયા હોવા છતાં નથી મળ્યા ઘર.
Continues below advertisement