અમદાવાદઃ આ ગામમાં થયો નકલી ઘીના વેપલાનો પર્દાફાશ, કેટલું ઘી થયું જપ્ત?
અમદાવાદના બાગરોલ ગામમાંથી નકલી ઘીનો પર્દાફાશ થયો છે. મંગળવારે પોલીસને બાતમી મળી હતી. ચરણ ઈન્ડસ્ટ્રીમાં નકલી ઘીનું રેકેટ ચાલી રહ્યું છે. જ્યાંથી બ્રાન્ડેડ કંપનીનું 900 લિટર ઘી જપ્ત કરવામાં આવ્યું છે.