Ahmedabad Fake IAS Arrested : અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મેહુલ શાહ નામના નકલી IASની ધરપકડ

Continues below advertisement

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે નકલી IASની ધરપકડ કરી. પોતાને વરિષ્ઠ IAS ગણાવનાર મેહુલ શાહ બોગસ પત્ર બનાવી ખોટા કામ કરતો હતો

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે નકલી IASની ધરપકડ કરી. પોતાને વરિષ્ઠ IAS ગણાવનાર મેહુલ શાહ બોગસ પત્ર બનાવી ખોટા કામ કરતો હતો. એટલું જ નહીં અંગત લાભ મેળવવા બોગસ લેટર હેડ બનાવી વર્ક ઓર્ડર પણ જાહેર કરતો હતો. મેહુલ શાહ પોતાને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને રિસર્ચ ડેવલપમેન્ટનો ચેયરમેન પણ ગણાવતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે. નોકરી આપવાની લાલચ આપી આરોપી મેહુલ લોકોને લૂંટતો હતો. અત્યાર સુધીમાં ત્રણ લોકોએ ફરિયાદ આપી છે. જેને લઈ સુરેન્દ્રનગર સુધી તપાસ કરવામાં આવી. એટલું જ નહીં વાંકાનેર, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં આરોપી વધુ ફરતો હતો.સાથે જ વાંકાનેરમાં જ્યોતિ સ્કૂલનો સંચાલક હોવાનો પણ ઘટસ્ફોટ થયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram