Ahmedabad Crime: વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત, રિવરફ્રન્ટ પરથી લગાવી છલાંગ
Ahmedabad Crime: વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત, રિવરફ્રન્ટ પરથી લગાવી છલાંગ
અમદાવાદમાં વધુ એક વ્યાજખોરોના ત્રાસથી યુવકે આપઘાત કરી લીધો છે.. જેમાં બે લેણદારોના ત્રાસથી યુવકે આપઘાત કર્યો છે.. યુવકે રિવરફ્રન્ટ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી છે...મોહબ્બત શેખને દેવું થઈ જતા બાઇક ગીરવે મૂકે છે.. મહોબ્બત શેખે મિત્ર દિલસાન પાસેથી 30,000 ઉછીના લીધા હતા. મહોબ્બત બાઈકના હપ્તા ન ભરતા દિલશાને હપ્તાના 14,000 પણ ભર્યા હતા.. દિલશાને મહોબત પાસેથી 44 હજાર રૂપિયા લેવાના નીકળતા હતા.. મોહબ્બતે ફોરેક્સ ટ્રેડ કરવા માટે અન્ય મિત્ર રેહાન પાસેથી ₹25,000 ઉછીના લીધા હતા.. તેની સામે દસ-બાર હજાર રૂપિયા પરત પણ આપ્યા હતા.. દિલસાન અને રેહાને મોહબ્બત પાસેથી 59200 લેવાના નીકળતા હતા.. પૈસાની ઉઘરાણી માટે બંને મહોબત ને ખૂબ જ દબાણ કરતા હતા.. અંતે કંટાળીને મહોબતે સાબરમતી નદીમાં ભૂસકો મારી આપઘાત કર્યો હતો..