Ahmedabad News । આગામી દિવસોમાં હિટવેવની આગાહી વચ્ચે અમદાવાદ DEOએ આપી સૂચના
Ahmedabad News । આગામી દિવસોમાં હિટવેવની આગાહી વચ્ચે અમદાવાદ DEOએ આપી સૂચના
અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી ગરમીનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, હિટવેવની આગાહીને જોતા અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEOએ સૂચના આપી, અને શાળાઓમાં પરિણામ આપવાની કામગીરી સવારે 7 થી 10 વાગ્યા સુધી કરવાની તાકીદ કરી છે, પ્રવેશ સહિતની કામગીરી સવારે 7 થી 10 વાગ્યા વચ્ચે કરવા માટેની હાલ તાકીદ કરાઈ છે, અને જે પ્રકારે સતત ગરમી વધી રહી છે અને પાંચ દિવસ સુધી રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું, શહેરમાં 45 ડિગ્રીની ઉપર ગરમીનો પારો પહોંચે તેવી શક્યતા જોવામાં આવી રહી છે અને ગરમીને લઈને જ DEO એ પરિણામ અને પ્રવેશ પ્રક્રિયાને લઇ સૂચના આપી છે