
Ahmedabad: પિતાની પ્રેમિકાએ બે માસૂમ બાળકીઓને દંડા વડે માર્યો માર્ય, જુઓ કાળજુ કંપાવનારા દ્રશ્યો
શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનના જુહાપુરા ચોકી ખાતે પાંચ વર્ષ અને સાત વર્ષની બે બાળકીઓને લાકડીઓ અને સાધનો વડે સતત બે મહિના સુધી પોતાના પિતાની પ્રેમિકા દ્વારા મારવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. જોકે બનાવ બનતા અત્યાચાર કરનારી મહિલા હાલ ફરાર છે.
બનાવમાં પીડા સહન કરનાર દીકરીઓ અને તેમના દાદીએ એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે દીકરીઓના પિતા એનડીપીએસના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે તેના પિતાનું પહેલી પત્ની સાથે છૂટું થઈ જતા તેની બે દીકરીઓ છેલ્લા ઘણા સમયથી દ્વારકા ખાતે તેના દાદા દાદી સાથે રહે છે. જોકે બંને દીકરીઓ નાની હોવાથી તેના પિતાને મળવાની જીદ પકડતા પોતાના પિતાની પ્રેમિકા મહિલા અમદાવાદના જુહાપુરા ખાતે રહેતી હોવાથી ત્યાં રહેવા આવી હતી. અને સામે એ મહિલાએ પણ તેમના પિતાને મળાવી આપશે તેવી લાલચ આપી પોતાની પાસે રાખ્યા હતા. જોકે છેલ્લા બે મહિનાથી સતત બંને દીકરીઓ પાસેથી આ મહિલા હોટલોમાં તથા અલગ અલગ મજૂરીઓ કામ કરાવે છે. અને બે મહિનાથી સતત ગળાના ભાગે, પગના ભાગે, પીઠના ભાગે અને મોઢે અલગ અલગ સાધનો વડે મારે છે અને અત્યાચાર ગુજારે છે.