Ahmedabad Fire News: ગુરુકુળમાં 8માં અને 9માં માળે બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, લોકોએ કરી નાસભાગ
Ahmedabad Fire News: ગુરુકુળમાં 8માં અને 9માં માળે બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, લોકોએ કરી નાસભાગ
અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલા પૂર્વી ટાવરના 8મા માળે આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે એસીનું કોમ્પ્રેસર ફાટવાના કારણે આગ લાગી હતી, એટલું જ નહીં પરંતુ ઘરમાં રહેલા બે બાટલા પણ ફાટ્યા જેના કારણે આગ વધારે ફેલાઈ હતી. તે ઘરમાં રહેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં છે. આ સાથે 9મા અને 10મા માળે રહેતા લોકોને ધાબા પર જવા માટે કહેવામાં આવ્યું હતું. આ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.