Ahmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આજથી ફ્લાવર શોનો પ્રારંભ કરાવ્યો હતો. અગાઉ એક જાન્યુઆરીએ આ ફ્લાવર શોનો પ્રારંભ થવાનો હતો પરંતુ રાષ્ટ્રીય શોકના કારણે આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ફ્લાવર શોમાં દેશ-વિદેશના 15 લાખથી વધુ ફ્લાવરનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. દેશની સંસ્કૃતિની ઝાંખી કરાવતા અલગ અલગ ફૂલોની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે. ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં સોમવારથી શુક્રવાર સુધી એન્ટ્રી ફી 70 રૂપિયા છે જ્યારે શનિવાર અને રવિવારે એન્ટ્રી ફી 100 રૂપિયા રહેશે.
આ વખતનો ફ્લાવર શો ઘણી રીતે ખાસ રહેવાનો છે. સમગ્ર ફ્લાવર શોને 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. બીજી તરફ ટિકિટના દર પણ આ વખતે વધારી દેવામાં આવ્યા છે. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025માં કુલ 10 લાખથી વધુ ફૂલ, કૂલની 50થી વધુ પ્રજાતિ અને 30થી વધુ સ્કલ્પચરનો સમાવેશ થાય છે.