Ahmedabad Fraud Case | અમદાવાદમાં પોન્જી સ્કીમમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો

Continues below advertisement

Ahmedabad Fraud Case | પોન્જી સ્કીમ બનાવી લોકો પાસેથી કરોડો રૂપિયા ની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે. ઊંચું વ્યાજ દર આપવાની લાલચે લોકો પાસેથી રોકાણ કરાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે મામલે ફરિયાદ નોંધાતા કંપનીના એમડી ની પોલીસે ધરપકડ કરી છે . જૉકે આ મામલે હજુ ત્રણ આરોપી ફરાર છે. એલીગ્લોબલ મ્યુચ્યુઅલ બેનિફિટ નિધિ લિમિટેડ નામની કંપની શરૂ કરી રોકાણ પર ઊંચું વ્યાજ દર આપવાની લાલચ આપી લોકો સાથે કરોડોની ઠગાઈ કરનાર શિશિર દરોલીયાની રાજસ્થાનના ઉદયપુર પાસેથી પોલીસે ધરપકડ કરી છે. શિશિરે પોતાના અન્ય સાગરીતો સાથે મળી નવરંગપુરાના રાજકમલ પ્લાઝામાં વર્ષ 2015માં ઓફિસ શરૂ કરી હતી અને 2020 સુધીમાં લોકોને રોકાણ કરાવી ફરાર થઈ ગયો હતો.આર્થિક ગુના નિવારણ શાખાએ નોંધેલી ફરિયાદ મુજબ અંદાજિત ત્રીસ લોકો સાથે એક કરોડ ત્રણ લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. કંપનીમાં રોકાણ કરનારા રોકાણકારો ને મૂડીનું રોકાણ કરાવી વળતર કે મૂડી પરત આપી ન હતી. રોકાણકારોને સારું વ્યાજ દર આપવામાં આવ્યું હતું જે બાદ ફિક્સ ડિપોઝિટ, રિકરીંગ પ્લાન, ગુલક પ્લાન, મનીબેક પ્લાન, મંથલી ઇન્કમ જેવા અલગ અલગ પ્લાન બતાવી લોકો પાસે વધુ રોકાણ કરાવી છેતરપિંડી આચરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram