Ahmedabad: ટ્રાફિક અને પાર્કિંગની લઇને હાઇકોર્ટે કાઢી AMC અને પોલીસની કાઢી ઝાટકણી

Continues below advertisement

અમદાવાદમાં ટ્રાફિક અને પાર્કિંગની લઇને હાઇકોર્ટે કાઢી AMC અને પોલીસની કાઢી ઝાટકણી. બિલ્ડીંગો બહાર થતા આડેધડ પાર્કિંગો મુદ્દે તુરંત કાર્યવાહી કરવા નિર્દેષ.

અમદાવાદના બિસ્માર રોડ-રસ્તા, પાર્કિંગ-ટ્રાફિક અને રખડતા ઢોરના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પિટિશન ઉપર આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી છે. અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જગ્યાએ ડેપ્યુટી કમિશનરે એફિડેવિટ ફાઇલ કરતા વાંધો લીધો હતો. હાઇકોર્ટે એડવોકેટ જનરલ પર કટાક્ષ કર્યો કે, પાછલા કેટલાક વર્ષોથી આ અરજી ચાલી રહી છે, હજી કેટલી ચલાવવાની છે. કોર્ટે જણાવ્યું હતું કે,​ એકબીજા સરકારી કર્મચારી અને અધિકારીઓની રોકાણની ગાડીઓ કે રિક્ષાઓ સાચવવા પાસવર્ડ વપરાય છે કે 'કાલા કુત્તા' એટલે સાહેબની ગાડી નહીં પકડવાની. હાઈકોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે અમરેલીમાં કોણે સાંઢની લડાઈ યોજી. અમરેલી અને ભચાઉના વિડિયો સામે આવ્યા છે. ધારીમાં એક ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા, ભચાઉમાં સાંઢ દુકાનમાં ઘૂસી ગયો, શું પગલાં લેવાયા? આ મહિનામાં તો દિલ્હીથી પણ આવી ઘટનાઓ વોટ્સઅપ ઉપર અમને આવે છે.કોર્ટે વધુમાં કહ્યું કે, મોટી બિલ્ડિંગોમાં પણ પાર્કિંગ નથી, આવી જગ્યાઓ શોધો અને તેમાં કામ કરો. રિક્ષાવાળા પોલીસ સામે વધુ પેસેન્જર બેસાડે છે. કામગીરી ચાર દિવસ ચાલે છે પછી બંધ.આ અંગે વધુ સુનાવણી 28 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram