Ahmedabad માં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનના નામે હોસ્પિટલોનો વેપલો શરૂ, હવે આ ખાનગી હોસ્પિટલ પૈસા લઇને આપશે વેક્સિન

Continues below advertisement

અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનના નામે હોસ્પિટલોએ ખુલ્લેઆમ વેપાર શરૂ કર્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. એપોલો અને શેલ્બી બાદ હવે અમદાવાદની HCG હોસ્પિટલ ખાનગી વેક્સિનેશન શરૂ કરશે. એક જ સપ્તાહમાં એપોલો અને શેલ્બી આ બંન્ને હોસ્પિટલોએ એક હજાર રૂપિયા પ્રતિ ડોઝ લેખે વેક્સિન આપવાની શરૂઆત કરી છે. ત્યારે અમદાવાદની ખાનગી હોસ્પિટલ HCG પણ સોમવારે અથવા મંગળવારે વેક્સિનેશન શરૂ કરશે. એટલુ જ નહી નાગરિકોને પોતાના તરફ વધુ આકર્ષવા માટે HCG હોસ્પિટલે પ્રતિ ડોઝની કિંમત પણ એપોલો અને શેલ્બી કરતા 150 રૂપિયા ઓછી રાખી છે. હા, એપોલો અને શેલ્બી હોસ્પિટલ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં પ્રતિ ડોઝ એક હજાર રૂપિયા વસુલે છે. તો HCG હોસ્પિટલ એ સિરમ ઈંસ્ટિટ્યુટની કોવિશિલ્ડ વેક્સિનના 850 રૂપિયા વસુલશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram