Ahmedabad News : અમદાવાદમાં એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં મારામારી કર્યાનો આરોપ
અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં મારામારી. મોઢે રૂમાલ બાંધીને બહારથી આવેલા કેટલાક યુવાનોએ હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે મારામારી કર્યાનો આરોપ. દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આઠથી દસ જેટલા યુવાનો મોંઢા પર રૂમાલ બાંધીને હોસ્ટેલના રૂમમાં પ્રવેશે છે. રૂમમાં હાજર જમ્મુ-કશ્મીરના વિદ્યાર્થીઓ સાથે મારામારી કરે છે. વિદ્યાર્થીઓ પર હુમલાનો આ વીડિયો પણ સોશલ મીડિયામાં વાયરલ થયો છે. બહારથી આવેલા યુવાનો વિદ્યાર્થી સંગઠનોના હોવાનો હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે. જમ્મુ-કશ્મીરના વિદ્યાર્થી સંદીપ રાણાએ આરોપ લગાવ્યો કે હોસ્ટેલ બહાર ટોળામાં અપશબ્દો બોલવાને લઈને હોબાળો થયો હતો. ABVPના દેવ કોઈશાએ જમ્મુના વિદ્યાર્થીને તેના પિતા ડીજીપી હોવાનું કહી ચીમકી આપી હતી.. બાદમાં વિદ્યાર્થીના પિતા અને અન્ય લોકોએ હોસ્ટેલ પહોંચીને હુમલો કર્યાનો આરોપ લગાવ્યો..