Ahmedabad: નરોડામાં લુખ્ખાતત્વોના મકાનો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, ત્રણ માળનું મકાન ધ્વસ્ત
Ahmedabad: નરોડામાં લુખ્ખાતત્વોના મકાનો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, ત્રણ માળનું મકાન ધ્વસ્ત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા ગુનેગારોના ગેરકાયદે બાંધકામને તોડવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે. શહેરના નરોડા વિસ્તારમાં મુઠીયા ગામ નજીક જયેશ ઉર્ફે જીગો સોલંકી નામના બુટલેગરના ગેરકાયદે મકાન પર આજે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા બે માળના મકાનને તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે આરોપીના ગેરકાયદેસર બાંધકામને તોડવાને લઈને બંદોબસ્ત આપતા હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમે તેનું બાંધકામ તોડી પાડ્યું છે. આરોપીએ બે માળનું આલિશાન મકાન બનાવી દીધું હતું. જેને ખાલી કરાવી અને તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.