Ahmedabad News | અમદાવાદમાં ટૂરિઝમ વિભાગની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા, જુઓ વીડિયો

Continues below advertisement

Ahmedabad News | અમદાવાદ શહેરમાં તસ્કરો એ હવે પૂરી ટુરિઝમ વિભાગની ઓફિસને ટાર્ગેટ કરી ચોરી કરી છે. અમદાવાદના સી જી રોડ પર સ્થિત મધ્યપ્રદેશ સ્ટેટ ટુરીઝમ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડની ઓફિસમાંથી ચોરોએ સેફ બોકસની ચોરી કરી. આ સેફ બોક્સમાં 56 હજાર રૂપિયા અને અન્ય જરૂરી દસ્તાવેજોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં મધ્યપ્રદેશ સ્ટેટ ટુરીઝમ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડમાં મેનેજરે ફરિયાદ નોંધાવી છે. નવરંગપુરા સી.જી રોડ લાલ બંગ્લા પાસે સુપર મોલ કોમ્પલેક્ષ કાર્યરત ઓફીસના પાછળના ભાગે આવેલ બારીનો કાચ તોડી તસ્કરે ચોરી કરી ફરાર થઈ ગયો હતો ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જ્યાં ચોરી કરનાર શખ્સ દ્વારા પોતાની કરતો જ કેમેરામાં કેદ ના થાય તે માટે સીસીટીવી ફૂટેજ દૂર કરતો જોવા મળી રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram