Ahmedabad NRI Murder : અમદાવાદમાં NRI દીપક પટેલની હત્યાથી ખળભળાટ, કોણે અને કેમ કરી હત્યા?

Continues below advertisement

Ahmedabad NRI Murder : અમદાવાદમાં NRI દીપક પટેલની હત્યાથી ખળભળાટ, કોણે અને કેમ કરી હત્યા?

અમદાવાદના બોપલમાં ગરોડિયા ગામની સીમમાં એનઆરઆઈની હત્યાથી હડકંપ. દીપકભાઈ પટેલ નામના વ્યક્તિની હત્યા થઈ છે. બનાવની જાણ થતા જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી. આ સાથે જ એફએસએલની પણ મદદ લેવામાં આવી. બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી. દીપકભાઈ બે મહિના પહેલા જ અમેરિકાથી આવ્યા હતા અને આ જ મહિનાના અંતમાં તેઓ અમેરિકા પરત પણ જવાના હતા તો ફરી એક વખત બોપલમાં હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદ હવે ધીરે ધીરે ક્રાઈમ સીટી બની રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છાશવારે સામે આવ્યા છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી તો આજે ફરી એક વખત ઘટના સામે આવી છે કે જ્યાં એનઆરઆઈની હત્યા કરી દેવામાં આવી. પોલીસ અત્યારે તપાસમાં લાગી છે અને મૃદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની પ્રક્રિયા પણ હજી શરૂ છે. પ્રાથમિક કારણ હજી સુધી જાણી શકાયું નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram