Ahmedabad Plane Crash રિપોર્ટ : છત પરથી મળી વધુ એક લાશ | Abp Asmita | 14-6-2025
અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનનો કાટમાળ બીજે હોસ્પિટલની છત પરથી કાઢવામાં આવી રહ્યો છે. વિમાનનો પાછળનો ભાગ હજુ પણ હોસ્ટેલની છત પર છે. વિમાનના આ ભાગને દૂર કરતી વખતે, બીજો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ વિમાનના પાછળના ભાગમાં ફસાઈ ગયો હતો. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો. બધા લોકોએ જીવ ગુમાવ્યા છે.
કાટમાળનું નિરીક્ષણ અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી કરી રહી છે. NSG, NDRF, FSL, AAIB, DGCA અને CISF ની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે.