Ahmedabad Plane Crash: પૂર્વ CM વિજય રૂપાણીનો એરપોર્ટનો છેલ્લો વીડિયો સામે આવ્યો

આજે બપોરે અમદાવાદમાં થયેલી એર ઈન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હોવાની પુષ્ટિ થઈ છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ, રૂપાણીનો એરપોર્ટમાં પ્રવેશ કરતા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે, જે તેમના વિમાનમાં સવાર હોવાનો વધુ એક પુરાવો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વિજય રૂપાણી એરપોર્ટની અંદર પ્રવેશતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. આ દ્રશ્યો દુર્ઘટના પહેલાના હોવાનું મનાય છે.

વિજય રૂપાણી આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર હોવાના સમાચાર મળતા જ તેમના પરિવારજનો, પાડોશીઓ અને સમર્થકોમાં ભારે શોક અને ચિંતા વ્યાપી ગઈ છે. રૂપાણીના ઘર પાસે પાડોશીઓ એકત્રિત થયા છે, જ્યારે તેમના સ્વજનો મહાદેવ મંદિરે એકત્રિત થઈને તેમના માટે પ્રાર્થનાઓ શરૂ કરી છે. સમગ્ર રાજ્યમાં વિજય રૂપાણીની સલામતી માટે પ્રાર્થનાઓ થઈ રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola