અમદાવાદઃ 144મી રથયાત્રાને લઇને તૈયારીઓ તેજ, પોલીસ વિભાગે કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની સરકારે નિયમોને આધીન મંજૂરી આપી છે. ત્યારે રથયાત્રાની તૈયારીને લઈને મંદિર પ્રશાસન અને પોલીસ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જગન્નાથ મંદિર પહોંચ્યા છે. પ્રદીપસિંહ જાડેજાએ મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરીને મંદિર ટ્રસ્ટ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રાની તૈયારીની સમીક્ષાને લઈને બેઠક કરી હતી. બેઠકમાં રાજ્યના ડીજી આશિષ ભાટીયા, શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, સેક્ટર-1 આર.વી. અંસારી, સેક્ટર-2 ગૌતમ પરમાર પણ ઉપસ્થિત છે
Tags :
ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Ahmedabad Jagannath Rath Yatra 2021