Ahmedabad Rain | અસહ્ય બફારા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો મનમૂકીને વરસાદ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં ભારે ઉકળાટ અને બફારા બાદ આજે સાંજે મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને શહેરના લોકોને રાહત મળી હતી. છેલ્લા ઘણા દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો બીજીતરફ બાપુનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ પાણી ભરાવના દ્રશ્યો પણ સામે આવ્યા છે...અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને તાપમાનમાં પણ વધારો થયો હતો જેના પગલે ભારે ઉકળાટ અને બફારાથી લોકો કંટાળી ગયા હતા ત્યારે આજે સાંજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. જોકે સાંજના સમયે શહેરમાં વધુ ટ્રાફિક થતો હોવાથી વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક થતા લોકોને રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. 

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram