Ahmedabad Rath Yatra 2024 | ભગવાન જગન્નાથે ધારણ કર્યા સુવર્ણ આભૂષણો

Continues below advertisement

અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 7 જૂલાઈ રવિવારના દિવસે નિકળશે. જેને  લઈ શહેરમાં અનેક  રૂટ માં સવારે 5 થી 11 વાગ્યે અને સાંજે 6 થી 8 વાગ્યા સુધી આસ્ટોડિયા સર્કલથી રાયખડ સુધીનો રોડ બંધ રહેશે. ટ્રાફિક વિભાગ દ્વારા મુખ્ય 6 રસ્તાઓ બંધ કરીને ડાયવર્ઝન રૂટ નકકી કરવામાં આવ્યા છે.  રથયાત્રાના રુટ પરથી પસાર થનારા તમામ વાહનોને અવર જવર બંઘ રહેશે. વૈકલ્પિક રૂટ દ્વારા વાહનો અવર જવર થઇ શકશે. 

અમદાવાદમાં રથયાત્રાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.  કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે મુસાફરો માટે પોલીસની બે વાનનો ઉપયોગ કરી શકાશે. એક પોલીસવાન સારંગપુર અને એક દરિયાપુરથી મુસાફરોને બેસાડી રેલવે સ્ટેશન પહોંચાડશે.  ટ્રેનની ટીકીટ બતાવી ફ્રી પોલીસ વાનનો ઉપયોગ કરી શકાશે. 

કાલુપુર રેલવે સ્ટેશનમાં મુસાફરી કરનાર માટે ટ્રાફિક પોલીસે અપીલ કરી છે કે વધુમાં વધુ મેટ્રો રેલનો ઉપયોગ કરવામાં આવે. રથયાત્રા રૂટ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રથયાત્રા જોવા આવતા લોકોને વાહન પાર્ક કરવા માટે પાર્કિંગ પ્લોટનો ઉપયોગ કરવા માટે એક લિંક પરથી જાણી શકશે. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram