Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા
Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા
ભગવાનના મોસાળ સરસપુરમાં રસોડા ધમધમી ઉઠ્યા છે. એક સાથે 500થી વધુ લોકોએ લુહાર શેરીમાં ભોજન લીધું હતું. રથયાત્રામાં એક સાથે 1200 લોકો પ્રસાદ લઇ શકે તેવી વ્યવસ્થા જોવા મળે છે. સરસપુરની લુહાર શેરીમાં છે સૌથી મોટા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં એક સાથે તમામ લોકો બેસીને પરંપરાગત પ્રસાદનો લહાવો લે છે.
જગન્નાથના મોસાળ સરસપુરમાં ભક્તોમાં અનેરો આનંદ છે. વિવિધ પોળોમાં હાલ પ્રસાદ લેવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. મામેરાની પણ તૈયારી કરી લેવામાં આવી છે..ભગવાનના રથ મોસાળ સરસપુરમાં પહોંચી ગયા છે. સરસપુર બ્રિજ પર ભક્તોની ભીડ ઉમટી છે. આ સાથે જ સરસપુરમાં રસોડા ધમધમવા લાગ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ લેવા ઉમટ્યા છે. લુહાર શેરીમાં રથયાત્રામાં 1100 કિલો બટાકા, 1000 કિલો લોટની પૂરી, 1600 કિલો ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવવામાં આવ્યો છે.