Ahmedabad Rath Yatra 2024 | અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથની જળયાત્રા
Continues below advertisement
Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રા પહેલા આજે જળયાત્રા યોજાઇ હતી. સોમનાથ ભુદરના આરે 108 કળશ વિધિ યોજાઇ. સાત નદીના નીર કળશમાં ભરવામાં આવ્યા. સાબરમતી નદીના કાંઠે કળશ લાવવામાં આવ્યા. મહંત દિલીપદાસજી દ્વારા કળશની પૂજા અર્ચના કરવામાં આવી. આ પછી નદીના નીર મંદિર લઈ જઈને ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું. ષોડસોપચાર પૂજન વિધિ દ્વારા ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું. ગૃહમંત્રી હર્ષ સંઘવી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના આગેવાનો પૂજામાં જોડાયા.
જળયાત્રા દરમિયાન પૂર્વ ડેપ્યુટી સીએમએ ભૂતકાળ યાદ કર્યો. પહેલા નાની નદીમાંથી જળ ભરવાની સ્થિતિ હતી. નરેન્દ્ર મોદીના શાસનમાં નદીનો વિકાસ થયો. નદીના વિકાસના કારણે ભગવાન જગન્નાથજીને પાણી મળવાની શરૂઆત થઈ. આપણે સહુ નક્કી કરીએ કે આપણી ઐતિહાસિક ધરોહરને સાચવીએ. એક થઇ ભારત માતા ની સેવા કરીએ.
Continues below advertisement
Tags :
Jagannath Mandir Ahmedabad Rath Yatra Rath Yatra 2024 Ahmedabad Rath Yatra 2024 Jagannath Yatra 2024