Ahmedabad News: અમદાવાદની સેવન્થ ડે શાળાની વધી મુશ્કેલી, DEOની કાર્યવાહીને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને હાઈકોર્ટની ફટકાર. DEO તરફથી ફટકારાયેલી કારણદર્શક નોટિસ અને મંગાવવામાં આવેલા દસ્તાવેજોને પડકારતી સ્કૂલની અરજીને હાઈકોર્ટે ફગાવી. વિદ્યાર્થીએ કરેલી વિદ્યાર્થીની હત્યાના બનાવ લોકો માટે હચમચાવી નાંખનારો. પુનરાવર્તન ન થાય તે જોવાની હાઈકોર્ટે ગણાવી સરકારની ફરજ

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ દ્વારા કરવામાં આવેલી બંને અરજીઓને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને સરકાર દ્વારા સ્કૂલ સામે કરવામાં આવેલી કાર્યવાહીને માન્ય રાખી છે. આ નિર્ણય સ્કૂલ માટે એક મોટો ફટકો છે. કોર્ટે અવલોકન કર્યું કે, સેવન્થ ડે સ્કૂલે DEO અને સરકારને કોઈપણ પ્રકારની જરૂરી માહિતી આપી નહોતી અને તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. હાઇકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, સ્કૂલને સરકારની કાર્યવાહીમાં સંપૂર્ણ સહકાર આપવો પડશે. આ સાથે જ, કોર્ટે DEO દ્વારા બનાવવામાં આવેલી કમિટીને તપાસની સંપૂર્ણ સત્તા આપી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola