Ahmedabad Riverfront : અમદાવાદનો સાબરમતી રિવરફ્રટ પાણીમાં ગરકાવ, લોકો માટે કરાયો બંધ

Continues below advertisement

અમદાવાદમાં અવિરત વરસતો મધ્યમ વરસાદ અને ઉપરવાસ વરસાદના કારણે સાબરમતી નદીમાં પણ જળસ્તર સતત  વધી રહ્યું છે.  છેલ્લા એક કલાકમાં જળસ્તરમાં બે ફૂટનો વધારો થયો છે. સાબરમતી નદીનું જળસ્તર 127 ફૂટથી વધીને 129 ફૂટ  થયું અને હવે સાબરમતી નદી ભયજનક સપાટી 132 ફૂટ પહોંચી છે. સાબરમતીનું જળસ્તર વધતા રિવરફ્રંટ નાગરિકો માટે બંધ કરાયો છે. વાસણા બેરેજના 28 દરવાજા છ ફૂટ ખોલી પાણી છોડાઈ રહ્યું છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા પાણીની જાવક શરૂ કરાઈ છે. નદી કિનારાના 18 ગામડાઓને એલર્ટ કરાયા છે.

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે સારો વરસાદ વરસ્યો.  સરખેજ ગાંધીનગર હાઈવે પર સતત એક કલાક વરસાદ વરસ્યો. વરસાદના કારણે અને રસ્તા જળમગ્ન બન્યા હતા. આનંદનગર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, હાઈકોર્ટ વિસ્તાર સહિતના અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં મેધમહેર જોવા મળી.  વૈષ્ણોદેવી, અડાલજ, એસપી રિંગ રોડ,સેટેલાઈટ, જોધપુર, શિવરંજની, શ્યામલ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી હતી.અમદાવાદ સવારથી રોકાઈ રોકાઈને વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ શહેરમાં કાળા વાદળોથી આકાશ ઘેરાયેલું હતું. વાદળોની વચ્ચે વરસાદની એન્ટ્રીથી શહેરનું વાતાવરણ ખુશનુમા બન્યું હતું.

ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં અમદાવાદમાં સિઝનનો  82 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.આ સીઝનમાં અમદાવાદ શહેરમાં કુલ 26 ઈંચથી વધુ વરસાદ છે. હવામાન વિભાગે 25 ઓગસ્ટે એટલે કે આવતી કાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે.    

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola