Ahmedabad :ઠંડી વધતા શાળાના સમયમાં કરાયો ફેરફાર, જાણો ક્યાં સુધી લાગુ રહેશે આ સમય?

Continues below advertisement

ગુજરાતમાં હવે છેલ્લા સપ્તાહથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. સવારે ઠંડા પવનના કારણે ઠંડી વધુ અનુભવાય છે. જેને લઇને AMC સંચાલિત સ્કૂલોમાં સવારની શિફ્ટ 35 મિનિટ મોડી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC સંચાલિત સ્કૂલોમાં સવારની સ્કૂલ નિર્ધારિત સમય કરતા 35 મિનિટ લેઇટ અને બપોરની શિફ્ટ 15 મિનિટ લેઇટ  શરૂ થશે. વાલીઓની રજૂઆત બાદ સ્કૂલ બોર્ડએ  નિર્ણય કર્યો છે. 15 જાન્યુઆરી સુધી આ બદલેલો સમય લાગૂ રહેશે. જો કે શિક્ષકોને 10 મિનિટ વહેલા સ્કૂલ આવવાનું રહેશે.

છેલ્લા એક સપ્તાહથી  અમદાવાદ શહેરમાં ઠંડીનો ચમકારો વધતા અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત સ્કૂલોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે...શહેરમાં AMC 451 શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram