AICC National Convention in Ahmedabad : કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, અમદાવાદમાં કાઉન્ટડાઉન શરૂ
AICC National Convention in Ahmedabad : કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, અમદાવાદમાં કાઉન્ટડાઉન શરૂ
મંગળવારે મળનારી બૃહદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકની તૈયારીને આખરી ઓપ અપાઈ ગયો છે. ગુજરાતમાં અને દેશમાં સત્તા વાપસી માટે CWCમા કરાશે મંથન . કોંગ્રેસ 210 જેટલા રાષ્ટ્રીય નેતાઓ સરદાર સ્મારકના પ્રાંગણમાં કરશે મંથન . ભાજપ સામે બાથ ભીડવાની રણનીતિ ગુજરાતના શાહીબાગમાં ઘડશે કોંગ્રેસ. 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાનો એકશન પ્લાન થશે તૈયાર . ગુજરાતથી શરૂ કરી દિલ્હીની ગાડી હાંસલ કરવાનો પથ કંડારવામાં આવશે . સરદાર સ્મારક ખાતે CWCની બેઠક માટે અલાયદો હોલ તૈયાર કરવામાં આવ્યો . 210 નેતાઓ બેસી શકે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી .
મંગળવારે સવારે 11 કલાકે બૃહદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે. 1:30 કલાક સુધી ચાલશે CWCની બેઠક . 2 કલાકે કોંગ્રેસના તમામ નેતાઓ ભોજન માટે જશે . સાંજે 5 કલાકે સાબરમતી આશ્રમ ખાતે યોજાશે પ્રાર્થના સભા . કોંગ્રેસ તમામ મોટા નેતાઓ પ્રાર્થના સભામાં રહેશે હાજર . રાત્રે 8 કલાકે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશ સાંસ્કૃતિક કાર્યક્રમ . કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનના સ્થળે યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમ . ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની વિવિધ ઝાંખીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ થશે.